ટ્રમ્પ હારે કે જીતે સોનામાં આગ ઝરતી તેજી જોવા મળશે, રોકાણ કરશો તો થશે મોટો ફાયદો
ભારતમાં દીપાલવીનો મોટો તહેવાર આવવાનો છે, આવા સમયે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે, હાલની પરિસ્થિતીમાં સોનાની કિંમતોમાં સતત વધ-ઘટ થતી જેવા મળી રહી છે, તેનું કારણ અમેરિકાની પ્રમુખ પદની ચુટણી છે.
નિષ્ણાતોનું માનીએ તો અમેરિકાની ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતે કે હારે, સોનાની કિંમતમાં તેજી જોવા મળશે, તેની પાછળનાં અનેક કારણ બતાવવામાં આવી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકામાં યોજાનારી ચુંટણીનાં પરિણામો આવ્યા બાદ નવા પ્રમુખનાં ભાષણ પર આધાર રાખે છે કે સોનાની કિંમતો વધશે કે ઘટશે, જો કે બિડેન કે ટ્રમ્પ ગમે તે જીતે સોનામાં તેજીની સંપુર્ણ શક્યતા છે, તેનું કારણ ટ્રમ્પ ઇક્વિટીનાં પ્રેમી છે, પરંતું હાલ શેરનાં ભાવ ટોચ પર છે.
એવામાં ટ્રમ્પ જીત્યા પછી નફા વસુલી વધશે, જેનો ફાયદો સોનાને થશે, અને જો ટ્રમ્પ હારે છે, અને બિડેન જીતે છે તો શેર બજારમાં જોરદાર કડાકો બોલાશે, અને રોકાણકારો ફરીથી સોનું ખરીદવા દોટ મુકશે, આમ બંને પરિસ્થીતીમાં સોનામાં તેજી જોવા મળી શકે છે.
તે જ પ્રકારે ટ્રમ્પ જીતે છે તો તે તેમના નિવેદનોનાં કારણે વિવાદ સર્જશે તો સોનામાં તેજી જોવા મળશે, અને આવું 2016માં ચીન અને ઇરાન સાથેનાં તેમના સંઘર્ષ વખતે પણ જોવા મળ્યું હતું.
કોરોનાનાં વધતા કેસથી રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળશે અને તેથી સોનામાં પણ રોકાણ વધશે અને આ સ્થિતીમાં સોનામાં તેજીની આશા છે, છેલ્લા 8 મહિનાથી પણ સોનાની કિંમતમાં તેજી જોવા મળી અને આગળ પણ તેની આશા છે,
હાલનાં સમયે સોનાનો મર્યાદિત પ્રમાણમાં બિઝનેશ થઇ રહ્યો છે, અમેરિકાની ચુટણી બાદ સોનાની કિંમતમાં 3થી 5 ટકાની તેજી જોવા મળી શકે છે.
આજે વાયદા બજારમાં 11 વાગ્યે સોનામાં 192 રૂપિયાની તેજી સાથે 50,474 રૂપિયા પ્રતિ ગ્રામ પર વેપાર થઇ રહ્યો છે, જ્યારે ચાંદીની વાત કરીએ તો 185 રૂપિયાની તેજી જોવા મળી રહી છે, અને ભાવ 60,357 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે.