Zero Error Agency

About US

શાંતિશ્રમ એ ઉત્તર ગુજરાત ( ભારત )નું એક સાપ્તાહિક છે જે તારીખ 17 માર્ચ ૧૯૯૨ ના રોજ દિયોદરના માજી રાજવી અને ગુજરાત વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ વાઘેલાના કમળો તેમજ શ્રી દશા શ્રીમાળી કાંકરેજી જૈન સમાજ ના મોભી અને અમારા રાહબર એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જયંતીલાલ વિરચંદભાઈ શાહ (જે વી શાહ) તથા પત્રકારત્વ ક્ષેત્રે પા-પા પગલી કરાવી પત્રકારત્વના પાઠ ભણાવનાર રખેવાળ દૈનિક ના સ્થાપક અને ઉત્તર ગુજરાત અખબારી આલમ ના ભીષ્મ પિતામહ શ્રી અમૃતલાલ બી. શેઠ આદી ની હાજરીમાં શરૂ થયેલ.

શરૂઆતમાં માત્ર દિયોદર તાલુકો ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો અને ત્યારબાદ શ્રી કાંકરેજી દશાશ્રીમાળી બેતાલીસી જૈન સમાજ ના ઘરે ઘરે પહોંચ્યું તેમજ સમગ્ર જૈન સમાજ ના ઘેર-ઘેર પહોંચવાનો પ્રયાસ કરેલ.

જે હાલ ડિજિટલ ભારતના અભિયાન હેઠળ વેબસાઈટ, યૂ-ટ્યૂબ,  ફેસબુક, ટ્વિટર, whatsapp ના માધ્યમથી સમગ્ર ભારતમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં દરેક સમાજના, દરેક વર્ગને તેમની ભૂમિકા, ધર્મ, આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આવરી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેમાં સમાજના તમામ ક્ષેત્ર અને વર્ગ માં સમાજના માણસ ને તમામ પ્રકારની માહિતી સ્વરૂપ અને ભાષામાં પહોંચાડવા પ્રયત્નશીલ છીએ.

શાંતિશ્રમ આજે સામાજિક અને રાજકીય ઢાંચામાં પહોંચીને સફળતા મેળવી છે તેના માટે સતત માર્ગદર્શન આપનાર ચીનુભાઇ ગુંજારીયા તથા શાંતિશ્રમ સાપ્તાહિક ને સૌ પ્રથમવાર મલ્ટીકલર માં પ્રકાશિત કરવાની પ્રેરણા અને હૂંફ આપનાર હેમેન્દ્ર શાહ (આનંદ ગ્રુપ), શ્રી દશા શ્રીમાળી કાંકરેજી બેતાલીસી જૈન સમાજ ના વડીલો, યુવાનો તથા અનેક નું માર્ગદર્શન ઉપયોગી રહ્યું છે.

જૈન સમાજના એક સાપ્તાહિક તરીકે સફળતા માટે પૂજ્ય ગુરુ ભગવંતો ના આશીર્વાદ અને હુંફ પ્રેરણા દઇ રહી છે તેમજ રાજકીય મહાનુભાવો તેમજ શાંતિશ્રમના સાથીદાર મિત્રોની યશસ્વી હુંફ મળી છે

Gallery

Zero Error Agency

© 2024 Shantishram.