વિશ્વનો સૌથી મોટો IPO: જૈક માનાં એન્ટ ગૃપનું મૂલ્ય ઇજીપ્ત અને ફિનલેન્ડની જીડીપીથી પણ વધુ
ચીનનાં અબજોપતિ ઉદ્યોગપતિ જૈક માનાં અલીબાબાની માલિકી ધરાવતા એન્ટ ગૃપને હોંગકોંગ અને શાંઘાઇમાં લિસ્ટેડ કરાવવા માટે રોકાણકારોને 3 ટ્રિલિયન ડોલરનાં ઓર્ડર મળ્યા છે, જે બ્રિટનનાં જીડીપીનાં બરાબર છે, 5 નવેમ્બરે એન્ટ ગૃપ લિસ્ટેડ થવાની શક્યતા છે, તેના બે દિવસ પહેલા અમેરિકામાં પ્રમુખ પદની ચુંટણી થવાની છે, એન્ટ ફાયનાન્સિયલે આ IPO દ્વારા 34.4 અબજ ડોલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
હોંગકોંગમાં બિડિંગ એટલી જબરજસ્ત છે કે એક બ્રોકરેજનાં પ્લેટફોર્મને કેટલાક સમય માટે બંધ કરવું પડ્યું, શાંઘાઇ રિટેલ કેટેગરીમાં માંગ સપ્લાઇથી 870 ગણી વધુ જોવા મળી, આ દુનિયાનો સૌથી મોટો IPO છે, જો કે હાલ આ રેકોર્ડ સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની આરામકો પાસે છે, આ પહેલા વર્ષ 2014માં 25 અબજ એકત્રિત કરીને અલીબાબા સૌથી મોટો IPO લાવનારી કંપની બની હતી.
એન્ટનાં IPOમાં સંસ્થાગત રોકાણકારોએ 76 અબજ ડોલરનાં ઓર્ડર આપ્યા છે, શાંઘાઇ ફાઇલિંગનાં જણાવ્યા મુજબ આ જાહેર પ્રસ્તાવનાં 284 ગણો છે, બ્રોકર્સ આ કંપનીનાં IPO માટે રિટેલ રોકાણકારોને તેમના રોકાણનાં 20 ગણાથી વધું રકમ ઉધાર આપવા ઇચ્છુક છે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે તેમાં ભારો જોખમ છે, કેમ કે અમેરિકામાં પ્રમુખ પદની ચુંટણી, ચીનમાં નિયમોમાં કડકાઇ અને દુનિયાભરમાં કોરોનાનાં વધતા કેસથી રોકાણકારોને નુકસાન થઇ શકે છે.
એન્ટ ગૃપની માર્કેટ વેલ્યુએશન જેપી મોર્ગન અને બેંક ઓફ અમેરિકાથી વધુ છે, આ પેપાલ હોલ્ડિગ્સ(238 અબજ ડોલર) અને વોલ્ટ ડિઝની (238 અબજ ડોલર)થી પણ મોટી છે, આ IBM કોર્પથી આ કંપની ત્રણ ગણી અને ગોલ્ડ મેન ગૃપથી ચાર ગણી મોટી કંપની છે, એન્ટની માર્કેટ વેલ્યું લગભગ 315 ડોલર આંકવામાં આવી છે, આ કંપનીની વેલ્યુએશન ઇજીપ્ત (303 અબજ ડોલર) અને ફિનલેન્ડ (269 અબજ ડોલર)ની જીડીપીથી પણ વધું છે.