પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મોદી સરકારે પ્રજાને મોટી ભેટ આપી છે. વધી રહેલા ભાવને લઈ સરકારે મોટી રાહત આપી છે. પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે.આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.આ સાથે સરકારે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200નો ઘટાડો જાહેર કર્યો છે, એટલે કે સરકાર હવે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબસિડી આપશે. નાણાં મંત્રીએ PM ઉજ્જવલા યોજના હેઠળના સિલેન્ડર પર આ વર્ષે રૂપિયા 200ની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે એક પરિવારે વર્ષમાં 12 સિલેન્ડર મળશે. તેનાથી દેશમાં 9 કરોડ પરિવારને લાભ મળશે.સરકાર દ્વારા ઈંધણના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લા 60 દિવસમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા 10નો વધારો કર્યો છે અને હવે તે રૂપિયા 9.50નો ઘટાડો કરી રહી છે. જ્યારે ડીઝલમાં પણ 60 દિવસમાં રૂપિયા 10નો વધારો કર્યો અને હવે રૂપિયા 7નો ઘટાડો કરી રહી છે. સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે.
Trending
- Australia : પોલીસે છરી વડે હુમલો કરનાર 16 વર્ષના છોકરાનું કર્યું એન્કાઉન્ટર, આપી ચોંકાવનારી માહિતી
- Russia Ukrain : યુક્રેનિયન ગામ રશિયન હુમલાથી હચમચી ગયું, યુક્રેનિયન સૈનિકો અને ગ્રામીણો વિસ્તાર છોડીને ભાગી ગયા
- Lok Sabha Elections 2024: ચૂંટણી પંચની અનોખી પહેલ, ‘લોકશાહીના મહાન પર્વ’ના સાક્ષી બનવા ભારત પહોંચ્યા આ હસ્તીઓ
- Congress Leader : કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વૃદ્ધ મહિલા સાથે આવું કરતા થયો હોબાળો, ભાજપે ગંભીર આક્ષેપો કર્યા
- Bengal : સંદેશખાલીના સ્ટિંગ વિડિયો પર દિલીપ ઘોષે ટીએમસી પર કટાક્ષ કર્યો, કહ્યું લોકો સાથે થઇ રહ્યું છે આવું
- Afghan Diplomat Resign: અફઘાનિસ્તાનના રાજદ્વારી ઝડપાયા આ કામ કરતા, આપ્યું રાજીનામું
- Moon Study : ચંદ્ર પર અંદાજ કરતાં આટલા ગણો બરફ હોવાનો પુરાવો, ભવિષ્યમાં આ કામમાં મળશે મદદ
- Sleaze Video Case: એચડી રેવન્નાની ધરપકડ પર બીજેપી નેતાએ કહ્યું, આ વસ્તુ સહન નહિ કરી લેવાય