ચોમાસામાં માખી, મચ્છર અને ઈતરડીનો ઉપદ્રવ વધતા પશુઓમાં લમ્પી સ્કીઝ ડિસિઝે દસ્તક દીધી છે. ભાવનગર જિલ્લામાં લમ્પી વાયરસનો પગપસેરો થતાં પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે અને લમ્પી વાયરસના ખાતરાને ઘ્યાનમાં રાખી પશુઓમાં રસીકરણ ઝુંબેશ આદરી દીધી છે. ગારિયાધાર અને ઉમરાળા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસનો ફેલાવો સામે આવ્યો હતો. જેના કારણે જિલ્લા પશુપાલન વિભાગે આ રોગને જિલ્લામાં પ્રસતો અટકાવવા માટે છેલ્લા અઠવાડિયાથી રસીકરણ ઝુંબેશ આદરી દીધી છે. આ માટે ૧૯૬૨ ની સેવા પણ જ્યારે ફોન કરવામાં આવે કે તુરંત હાજર હોય છે. લમ્પી રોગ પર તાત્કાલિક નિયંત્રણ આવે તે માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરો અનુસાર અસરગ્રસ્ત પશુઓની આસપાસના નિરોગી પશુઓમાં રસીકરણ કરવા, જિલ્લાની તમામ કરુણા એમ્બ્યુલન્સ, દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાઓને અગ્રિમતાના ધોરણે આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. પશુઓને ઝડપી રસીકરણ માટે વધુ બે લાખ નવા ડોઝની પણ સરકાર દ્વારા ખરોદી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આ રોગ વાયરસ(વિષાણુ)થી ફેલાતો ચેપી રોગ છે. માખી અને મચ્છર આ રોગને ગાય અને ભેંસમાં ફેલાવવામાં મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે. ઇતરડીને પણ રોગનો ફેલાવ કરવામાં જવાબદાર ગણવામાં આવે છે. આ રોગમાં પશુઓને સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરોર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. સામાન્ય રોતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગિષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં આ રોગ ફેલાય છે. આ એક ચેપી સંગ છે જે અસર કરતાતરત જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.
Trending
- Petrol Diesel Today: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવ્યું મોટું અપડેટ, જાણો તમારા શહેરના નવા ભાવો
- Aaj Ka Rashifal: આ રાશિના લોકોને થશે નોકરી સંબધિત આવી શકે છે મુશ્કેલીઓ, જાણો કેવો રહેશે આજનો દિવસ
- National News : શરદ પવારે પીએમ મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- ‘જ્યારે તેઓ CM હતા ત્યારે વિકાસમાં રસ હતો અને હવે બસ…’
- T20 World Cup 2024 : ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024માં રમશે વોર્મ અપ મેચ, આ ટીમ સાથે થઈ શકે છે ટક્કર
- Indian Coast Guard: ભારતીય કોસ્ટ ગાર્ડ બની દેવદૂત, વિદેશી જહાજમાં હાજર ડ્રાઈવરનો જીવ બચાવ્યો
- Toshiba Layoffs: તોશિબામાં 4000 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે, જાણો કેમ કંપનીએ લીધો આટલો મોટો નિર્ણય
- NPPA Reduced Medicine Rate : NPPAનો મોટો નિર્ણય, ડાયાબિટીસ, હૃદય અને લીવર જેવી અનેક બીમારીઓની 41 દવાઓ સસ્તી થશે
- Covaxin Vaccine : કોવેક્સિનની રસી લેનારાઓ જાજા હરખાતા નહિ, Covishieldની જેમ તેની પણ આડઅસર છે ખતરનાક, આ વર્ગ સૌથી અસરગ્રસ્ત