આવો…આ દિવાળીએ વંચિત સમુદાયોનાં સ્મિતનું કારણ બનીએ અંતર્ગત જરૂરિયાતમંદ અને વિચરતી વિમુક્ત જાતિનાં પરીવારોને રાશનકીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
રોજ સવારે ઉઠીને એક થી બીજા ગામમાં જઇ, જે પણ છુટક કામ મળે તે કરી પોતાનો જીવનનિર્વાહ કરતાં વિચરતી જાતિઓના સમુદાયના
ઉત્થાન માટે કામ કરતી સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ અને ફિનોલિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ દ્વારા અનોખો સેવા યજ્ઞ આદરીને ઘરવિહોણા વિચરતી વિમુક્ત જાતિના જરૂરીયાતમંદ કુંટુંબોને મદદરૂપ થવા માટે તથા
તેમના ઘરમાં દિવાળીની રોશની પ્રગટે તેવા આશયથી રાશનકીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિચરતા સમુદાય સમર્થન મંચના બનાસકાંઠા જિલ્લા સંયોજકશ્રી નારણ રાવળે જણાવ્યું કે, આગામી સમયમાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઇભીજ જેવા તહેવારો આવી રહ્યા છે.
આ તહેવારોની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થાય છે ત્યારે આ ગામથી બીજા ગામ વિચરણ કરીને પોતાનું ગુજરાન ચલાવતા
વિચરતા સમુદાયના લોકો પણ પરિવાર સાથે સારી રીતે દિવાળીના મહાપર્વને મનાવી શકે તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ફિનોલિકસ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ દ્વારા આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જેથી ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ વિચરતી વિમુક્ત સમુદાયનાં પરીવારો પણ હર્ષોલ્લાસ સાથે દિવાળીના તહેવારને મનાવી શકે.
તેમણે કહ્યું કે, ૧ લિટર તેલ, ૧ કિ.લો. બેસન, ૧ કિ.લો. ચણાદાળ, ૧ કિ.લો. ચોખા, ૧.૫ કિ.લો. ખાંડ, ૨૫૦ ગ્રામ ચા, ૧ કિ.લો. ચણા, ૫ કિ.લો. ઘઉનો લોટ, ધાણાજીરૂ, હળદર, મરચું, ગરમ મસાલો તથા તહેવારોમાં કોરોના વાઇરસ સામે રક્ષણ મળી રહે
તે માટે હેરનકેર તેલ, સાબુ, માસ્ક, સેનેટાઇઝર, સેનેટરી પેડ અને દિવાળીમાં દિવડાઓ પ્રગટાવી શકે તે માટે રંગબેરંગી દિવડા સહિત વસ્તુઓની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું છે.
વિચરતા સમુદાય સમર્થન મંચ અને ફિનોલિકસ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની આ કામગીરીની નોંધ લઇ લોકો પ્રશંસા કરી રહ્યા છે.
કીટ વિતરણ પ્રસંગે ફિનોલિકસ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ કંપનીનાં કમૅચારીઓ અને સંસ્થાનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
Finolex, palanpur, banaskantha, gujarat, Diwali,