- રાજસ્થાનના નાગોર જિલ્લાના રહેવાસી મહેશ ની દિલ્હી પોલીસે કરી ધરપકડ
રાજસ્થાનના નાગોર જિલ્લાના રહેવાસી મહેશ 13 ડિસેમ્બરે દિલ્હી આવ્યા નો ખુલાસો થવા પામ્યો છે. આ દિવસો દરમિયાન સંસદમાં સ્મોક એટેક ની ઘટના બનતા સમગ્ર દેશમાં વિષય ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે રાજસ્થાન નો વધુ એક મહેશ નામનો વ્યક્તિ પણ સાજીસમાં સામેલ હોવા સાથે દિલ્હી છોડીને ભાગી રહ્યો હતો. ત્યારે સંસદ પર થયેલ સ્મોક એટેક મામલે દિલ્હી પોલીસે છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં અધિકારીઓએ જણાવ્યું છે કે આ ઘટનામાં મહેશ પણ આ સાજીસ નો હિસ્સો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે.
વધુ તપાસમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનના નાગોર જિલ્લાના રહેવાસી મહેશ 13 ડિસેમ્બરે દિલ્હી આવ્યો હતો. આ દિવસો દરમિયાન લોકસભામાં ઘટેલ ઘટનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી હતી. ત્યારે આ ઘટનામાં સામેલ લલિત જા પછી રાજસ્થાન નો મહેશ પણ દિલ્હી છોડીને ભાગી રહ્યો હતો ત્યારે તેને ઝડપી લેવામાં સફળતા મળી હોવાની વાત સામે આવી છે. પોલીસ તપાસમાં મોબાઈલ ફોન નષ્ટ કરવા મામલે મહેશે લલિતનો સાથ આપ્યો હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત મહેશ નીલમ દેવીના સતત સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યું છે. નીલમ દેવી સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવા દરમિયાન ધરપકડ પણ કરવામાં આવી હતી.