કેનેડાના ક્યુબેક શહેરમાં યુવકનો ચાકુ વડે સંખ્યાબંધ લોકો પર હુમલો, બેના મોત
ક્યુબેક, તા.1 નવેમ્બર 2020, રવિવાર
કેનેડાના ક્યુબેક શહેરમાં એક હુમલાખોરે સંખ્યાબંધ લોકો પર ચાકુના ઘા મારીને તેમને ઘાયલ કર્યા છે.જેમાં બે લોકોના મોત થયા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે હુમલો કરનારા વ્યક્તિએ મધ્યકાલીન યુગમાં લોકો જેવા કપડા પહેરતા હતા તેવા કપડા પહેર્યા હતા.શનિવારની રાતે બનેલી ઘટનામાં હુમલાખોરે આવતા જતા લોકોને ચાકુના ઘા માર્યા હતા.એ પછી પોલીસે લોકોને ઘરમાં પૂરાઈ રહેવા માટે અપીલ કરી હતી.
થોડા સમય બાદ 20 વર્ષીય એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી.દરમિયાન જે સ્થળે આ હુમલો થયો હતો તે પાર્લામેન્ટ બિલ્ડિંગની આસપાસ પોલીસની ગાડીઓ તૈનાત કરી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારની ઘટના ફ્રાન્સના નીસ શહેરમાં બની હતી જેમાં ચર્ચામાં ઘુસીને હુમલો કરનારે ચાકુથી એક મહિલાનુ માથુ ધડથી છુટુ કરી નાંખ્યુ હતુ અને બીજા બે લોકોની પણ હત્યા કરી હતી.