સુરત જિલ્લામાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું હોય તેમ કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. છેલ્લા કેટલાય દિવસોથી કોવિડ પોઝિટિવ કેસ નોધાઈ રહ્યાં છે. નવા કેસ નોંધાતા લોકોમાં ભય ઉભો થયો છે . આજરોજ ફરી 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી સતત પોઝિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છતાં તંત્ર દ્વારા માસ્ક પહેરવા કે સોસિયલ ડિસ્ટન્સ જાળવવા ફરજ પાડે એ જરૂરી બન્યું છે. બુધવારના રોજ 4 પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગુરુવારના રોજ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં સૌથી વધુ કેસ બારડોલીમાં 3 નોંધાયા હતાં. જેમાં એક જ ગામના બે દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતાં. અત્યાર સુધીમાં કુલ 42850 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે આજરોજ 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 42273 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ જિલ્લામાં 18 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાગ્રસ્ત તમામ 18 દર્દીઓને હોમઆઈસોલેશન કર્યાં હાવોનું જાણવા મળેલ છે.
Trending
- Maharashtra: આદિત્ય ઠાકરેએ મતદાન દરમિયાન કર્યો દાવો, કહી આ મોટી વાત
- Nitrogen Paan: નાઈટ્રોજન પાન ખાવાથી માસૂમ બાળકી સાથે થયું આવું, જનોને તમે પણ દંગ રહી જશો
- World Para Athletics Championships: વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દીપ્તિ જીવનજીએ હાસિલ કર્યો ગોલ્ડ મેડલ
- PM Narendra Modi: બેસિંગસ્ટોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં કાર રેલી અને પૂજાનું થયું આયોજન, વિડીયો વાયરલ
- DoT to block 1.8mn SIM Card: 18 લાખ મોબાઈલ નંબર બંધ થશે, DoTએ ટેલિકોમ કંપનીઓને આપી સૂચના
- Ebrahim Raisi Died: ભારતે આપ્યો ઈરાનનો સાથ, ઈબ્રાહિમ રાયસીના નિધન પર PM મોદીએ શોક વ્યક્ત કર્યો
- Mahindra: Mahindra XUV 3XO નું ટોચનું વેરિઅન્ટ AX7 L ખરીદવું ફાયદાકારક છે કે નુકસાન કારક, જાણો સંપૂર્ણ વિગત
- Lok Sabha Election 2024: આજે ભારતમાં ચાલી રહ્યું છે પાંચમા તબક્કાનું મતદાન, ગૂગલે ખાસ અવસર પર બનાવ્યું ડૂડલ